સારૂં કર્યું સ્વામી રે વઇ ગયા વાલમા રે, વિનતાને વળગાડી વૃક્ષ ડાળ ૫/૬

સારૂં કર્યું સ્વામી રે વઇ ગયા વાલમા રે, વિનતાને વળગાડી વૃક્ષ ડાળ,

તરૂંવે ટિંગાડી રે જાવું નોતું જાદવા રે,

શામળીયા આવી લીયોને સંભાળ. સારૂં.૧

અવની આકાશ રે વિચ્યે રહી વિનતારે,

રહી વિલખતી રોતી રાંક,

ધન્ય ધન્ય પ્રીતરે રીત મારા રાજની રે,

અલબેલા વાલા વળીયો છે આંક. સારૂં. ર

એના અવગુણ રે સામું જોશો શામળા રે,

તો નથી નારી તણો કોયે નોર,

તમારી કસોટી રે અલબેલા આકરી રે,

અબળાને અંગે એવું નહિ જોર. સારૂં. ૩

અનાદિની એવી રે રીત નથી રાવળી રે,

દાવો આવો બાંધવો દિનને રે સાથ,

બૂમ બાનીની રે સાંભળો શામળા રે,

કરો દયા નિષ્કુળાનંદના રે નાથ. સારૂં. ૪

મૂળ પદ

અલબેલા આવોરે આજ અમ પાસળેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી