ભેટજો ભેટજો ભેટજો રે, ભાવે ભરી ભૂધર મને ભેટજો ૪/૮

ભેટજો ભેટજો ભેટજો રે, ભાવે ભરી ભૂધર મને ભેટજો;
			મને રાખી હૈયાની હેટજો રે-ભાવે૦ટેક.
તમ વિના મારું તન મન તપે રે, મળી મનના તાપ મેટજો રે-ભાવે૦ ૧
અંગોઅંગે જે અનંગની વેદના રે, તે શ્યામ મળીને સમેટજો રે-ભાવે૦ ૨
અંકભરી આલિંગન લેતાં રે, મારા પંડયનું પોત પલેટજો રે-ભાવે૦ ૩
નિષ્કુળાનંદના નાથ મળો જ્યારે રે, ત્યારે ઠરે મારું પેટ જો રે-ભાવે૦ ૪
 

મૂળ પદ

આવજો આવજો આવજો રે, વાલા આજ અમ ઘેરે આવજો

મળતા રાગ

કાફી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી