હું બલહારી એ વૈરાગ્યને, ઉપન્યો જેને અંગજી ૩/૧૨

હું બલહારી એ વૈરાગ્યને, ઉપન્યો જેને અંગજી

ચૌદ લોક જે ચતુરધા, ન ગમે સુખનો તે સંગજી, હું.૧

સુખ ન ઇચ્છે તે સંસારનાં, સમજે સુપના સમાનજી,

વાત ગમે એક વૈરાગ્યની, તન સુખ ત્યાગવા તાંનજી. હું. ર

દુઃખી રે દેખે આ દેહને, રહે રાજી તે મનજી,

અનરથનું એ અગાર છે, જાણી ન કરે જતનજી.હું. ૩

રાત્ય દિવસ રુદિયામાંયે, વરતે એમ વિચારજી,

અહો હું રે કોણને જાઇશ કિયાં, કરુ તેનો નિરધારજી.હું. ૪

કરું ઉપાય હવે એહનો, ડોલી દેશ વિદેશજી,

કોયરે ઉગારે મન કાળથી, સોપુ તેને લઇ શિશજી.હું. પ

રહે રે આતુરતા અંતરે, દેખી દેહ અનિત્યજી,

સુખ ન માને આ સંસારમાં, ન કરે કોયેશું પ્રીતજી.હું. ૬

એવી દશારે આવ્યા વિના, નોય તન સુખ ત્યાગજી,

ઉપરનો લાગે રે લજામણો, વગોણા સરખા વૈરાગ્યજી.હું. ૭

હરિ ગુરુ દેવ દયા કરી, આપે એહ વિચારજી,

નિષ્કુળાનંદ એ નિઃશંક થઇ, સેજે તે તેરે સંસારજી.હું. ૮

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી