વૈરાગ વીતે એ વાણી વદે, લોકો સમઝો નહિ લેશજી, ૭/૧૨

વૈરાગ વીતે એ વાણી વદે, લોકો સમઝો નહિ લેશજી,

મોટા સંતની સેવા કયાં મળે, એમ આપે ઉપદેશજી. વૈ. ૧

તન ધન વસન વડે, સેવા સાધુની કીજેજી,

વિધ વિધના વિંજનસું, રૂડી રસોઇ દીજેજી. વૈ. ર

આગ્યે સાધુને અર્પિયા, સુત વિત ઘર બારજી,

એવા ભકત લખાણા ભકતમાળમાં, પેખો દલના ઉદારજી. વૈ. ૩

આજ સાધુને આપતાં, કાં રે મુઝાઓ મનજી,

સુત કલંતર કારણે, ધ્રોડી ખરચો છો ધનજી. વૈ. ૪

અમે રે ત્યાગી સર્વે ત્યાગીયું, ત્યાગ્યા રાજ ને પાટજી,

તમારા કલ્યાણને કારણે, સંત બતાવે વાટજી. વૈ. પ

એ વણસ્યા વૈરાગ્યની વાતડી, સુણો સઉં નર નારજી,

નિષ્કુળાનંદ એ નરનું, કેમ પડશે પારજી. વૈ. ૬

મૂળ પદ

જંગલ વસાવ્યો જોગીએ, તજી જેણે તનડાની આશજી

મળતા રાગ

જંગલો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી