રત્ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે, ૧/૧૨

રત્ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

અસનપણું હવે નહિ રે અમારે, રસિયા વિના નહિ રહેવાયે.ર. ૧

વાલા હેત પ્રિતે પ્રેમ સમેત, વિત્યો તે પરનો ફાગ,

આવારે કયાં રૈયે એકીલા, એહ અમારાં અભાગ્ય.ર.

એવું ન કરો જે રૈયે અમથાં, આ અવસર એકીલાં,

તેહ ઉપાયે કરો હવે તમે, જે વાલમ મળીયે વેલા મારા વાલા. ૩

એક ઉપાયે કરો મારા વાલા, આવો કે લીયો બોલાવી,

વિયોગે વસંત તે વસમો વિતે, રખે વાત મુકો ભુલાવી.ર. ૪

અનેક જુગતી જાણો મારા વાલા, શું કૈયે સંભળાવી,

નિષ્કુળાનંદના નાથ વિચારો, રમવા તણી તક આવી.ર. પ

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી