તે દિના અમે વશ તમારી, જે દિનની સુણી વાલા વેણું, ૭/૧૨

તે દિના અમે વશ તમારી, જે દિનની સુણી વાલા વેણું,
સર્વે તજી આવ્યા શરણ તમારી, સયું જગતનું મેણું. તે. ૧
નથી પાડ ચડવતાં તેનો, એતો કર્યું અમારે કાજ,
દુઃખ અગાર સંસાર નહિ, તજી વર વૃજરાજ. તે. ર
અંધ ધંધ ઘરમાં જે ઘુંચાંણાં, તે નિસરતાં નવ દેખ્યાં,
તે સાથે તમે તરત ત્રોડાવી, અમને પોતાનાં લેખ્યાં. તે. ૩
કરી કૃપા મુખ કહી ન જાય, એ પૂરણ પાડ તમારો,
નિષ્કુળાનંદના નાથ ન જોયો, અવગુણ એક અમારો. તે. ૪

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી