રત્ય વસંતે રમી સહુ સજની, શામળીયાજીને સાથે, ૧૦/૧૨

રત્ય વસંતે રમી સહુ સજની, શામળીયાજીને સાથે,
આજ લાજ હવે શિદને લાવું, મેણું બેઠું મારે માથે. ર. ૧
લોક કુટુંબ મલી મુને કે'છે, વર તારો વનમાળી,
છાનું છાનું હવે શીદ છપાડું, કૈસ વજાઇ બાઇ તાળી. ર. ર
રીજો કે ખીજો કોયે કુળમાં, કેનું ન માનું કેણ,
અલબેલાશું કરી એકતા, રમશું દિવસ ને રેણ. ર. ૩
લોક મૃજાદ મેલું ખેલું ખાંત્યે. આજ આવ્યો મારો દાયો,
નિષ્કુળાનંદના નાથશું રમતાં, લાજ જાયે તો જાયો મારી બાઇરે. ર. ૪

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી