રત્ય વસંતમાં વેલ ન કરીયે, સજ થાઓને સાહેલી, ૧૨/૧૨

રત્ય વસંતમાં વેલ ન કરીયે, સજ થાઓને સાહેલી,
ઘોલાં ઘરના કામ કરવા, આજ કાજ દિઓ મેલી મારીબાઇરે. ર. ૧
આવો આવો અલબેલાને મળીયે, ગોતી ગોતી ગિરધારી,
સદન સદનમાં શોધો શામળીયો, સજ થાઓ સખી મારી. ર. ર
શામળીયાને સતાંણાની સજની, કેણે એ કલ વતાવી,
પોતાનું કાજ સુધારીને સબકે, એવી ટેવ કેમ આવી મારીબાઇરે. ર. ૩
ટેવ એ મેલાવો ખાંત્યે સું ખેલાવો, રસિયો રેલાવો રેલ,
નિષ્કુળાનંદના સ્વામીને મળતાં, વળી ન કરીયે વેલ મારીબાઇરે. ર. ૪

મૂળ પદ

રત્‍ય વસંત આવીરે મારા વાલા, મનમાં મનોરથ થાયે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી