રટ રટરે મન એહિ રામ, ૩/૪

રટ રટરે મન એહિ રામ,
એહી રામ એહી રામ, સહજાનંદ સુખધામ. રટ. ટેક.
સમરત હરત તન તાપ, રહત નર નિષ્કામં,
હરી વિત પ્રીત અનિત વર્જીત, ચિત ન ચાયે ચામં. રટ. ૧
જકત ઉદાસી હરીપદ વાસી, હાંસી જાસી હરામં,
ધન એ ભકત જકત વિરકત, સમરત સદા શામં. રટ. ર
વારમવાર સરાયે શામ, ધન એ જન અકામં,
જગ પાવન ભાવન ભુધર મન, ભજની આઠુ જામં. રટ. ૩
સહજાનંદ એ જાપ પ્રતાપે, કેદિ ન વ્યાપે કામં,
નિષ્કુળાનંદ જો સુખ ચૈયે, ગાયે નર એ નામં. રટ. ૪

મૂળ પદ

ભજ ભજરે મન સહજાનંદ સહજાનંદ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી