ભાઇ જગતના જીવ પણ એમ જાણે ખરા, ૪/૮

ભાઇ જગતના જીવ પણ એમ જાણે ખરા,

જે જેમ લખ્યું તે તેમજ થાસે,

ભાગ્ય વિના તે ભોગને ઇચ્છે નહી,

અણ સમઝે પણ વળી એમ ભાસે. ભાઇ. ૧

ભાઇ સંત સંગ કરીને કહે શું સમઝો, જો તુટે નહિ આસ તનની,

ભોગને રોગ તે એ તો આવશે અણચિતવ્યા,

મેલ તું મેલ તું નર તાણ્ય મનની. ભાઇ. ર

ભાઇ સગર રાયે શેહેસ્ર સુતા માગતાં, સુત પામીયો તે શેહેસ્ર સાઠે,

અધીક ને ન્યુન જે નીપજે નર થકી,

તો કષ્ટ રાખે કોણ અંગ આઠે. ભાઇ. ૩

ભાઇ જે ગમે હરિગુરુ દેવને તે ખરૂં, દાસને એમ આનંદ રહેવુ,

નિષ્કુળાનંદ એહ નર મંદ મતિ,

જે હરિ ઇચ્છામાં શુભ અશુભ કહેવુ. ભાઇ. ૪

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી