દિશો દિશ દાવાનળ પરજલો, અને સુખ નહીં સંસાર માયે ૫/૮

દિશો દિશ દાવાનળ પરજલો, અને સુખ નહીં સંસાર માયે,

મિતરૂં શોધતાં જીવને નવ મળે.તમ વિના કોણ હરિ ગ્રહે બાંયે. દિ. ૧

આભને અવની બિચતો એવું થયું, કહો સરણ્ય હવે જાયેજ કેની,

રાખો આશરે રિત્ય છે એ રાવલી, બરદ પાળવું ગ્રહો ટેક તેની. દિ. ર

અમ કારણ્યે હરિ તમે આવીયા, ભૂતળે ભુધર દેહ ધારી,

અધમ ઉધાર તમ વિના ત્રિલોકમાં, કોણ ખબર હરિ લીયેજ મારી. દિ. ૩

તમ તણા ગુણ તે હું કૈ પેર્યે વર્ણવું, કહેતા પાર કહો કેમ આવે,

નિષ્કુળાનંદને નાથજી તારીયો, એતો વાત આશ્ચર્ય કાવે. દિ. ૪

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી