ધન્ય ધન્ય અધમના ઉધાર તમને, ભલી સાર્ય કરી હરિ જ મારી ૭/૮

ધન્ય ધન્ય અધમના ઉધાર તમને, ભલી સાર્ય કરી હરિ જ મારી,

કાગ બગ ટળી હંસ થીયો હરિ, તે પર્શતા પદ રજ તમારી. ધ. ૧

અનંત જીવ ભરીયા આ બ્રહ્માંડમાં ગણતાં તે શું પાર લેશે,

તેહ થકી જે મુજને ગોતી લ્યો, એનો જશ તે તો જન કેશે. ધ.ર

હરિ તુજ શરણ પરતાપ એવો ખરો, શરણ જે કોયે જન પામે,

જનમને મરણનું જોખમ તે ઉતરે,

અને ત્રિવિધ તાપ વળી દુર્ય વામે. ધ. ૩

અનંત અવતાર આગ્યે તમ તણા .હરિ,

તેહ માહેરે શું વળી અર્થ આવે,

નિષ્કુળાનંદની નાથ બાંય ગ્રહી, તેહ સમાન્ય કહો કોણ કાવે. ધ. ૪

મૂળ પદ

મેલને માન અભિમાન જ અંગનું, જોને વિચારીને વર્તમાન તારૂં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી