સ્વામી તો સત્ય છેરે, ભાઇ સામૃથ સોયં ભગવાન ૧/૧

રાગ સિંધુ રામગ્રી

સ્વામી તો સત્ય છેરે, ભાઇ સામૃથ સોયં ભગવાન,

અનંત કળા એહી વિષે, અને કાવે અકળ નેદાન. સ્વા. ૧

એના ચરિત્ર જોયા ખગ પતી, નારદ ઉમયાને અજ,

તેનો પાર કોયે પામ્યા નહિ, અને રેશ ન લાધો રજ. સ્વા. ર

ઋષિને વ્રત નેમ રખાવું, પારથને કરાવ્યો ઝેર,

ગોપીને વિહાર કીધો, નહીં પ્રાપતી માંયે ફેર. સ્વા. ૩

દેવ દાનવ્ય માનવ્ય મુનિ, તે તો વ્રતે વેદને માંયે,

પરાપાર્ય જે પદ પૂરણ, વેદ વિધી નહીં ત્યાયે. સ્વા. ૪

એના ચરિત્ર જોતા કહી ચળ્યા, જેણે જાણી મનુષ્ય દેહ,

નિરસંસે કોયે નવ થયો, સામુ વાધ્યો છે સંદેહ. સ્વા. પ

કાથ કરી રોગી વિષે, નિરોગી ન રાખે રંચ,

નિષ્કુળાનંદ એમ નિશ્ચે જાણી, પાળીયે તે વૃતમાંન પંચ. સ્વા. ૬

મૂળ પદ

સ્‍વામી તો સત્ય છેરે, ભાઇ સામૃથ સોયં ભગવાન

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી