વાટડી વિલોકતાં રે હો, જોઇ જોઇ ઝાંખા પડીયા રે નેણ, ૨/૮

વાટડી વિલોકતાં રે હો, જોઇ જોઇ ઝાંખા પડીયા રે નેણ,

કૃષ્ણ કેમ નાવીયા રે હો, સુખકારી સુંદર સુખદેણ. વાટ. ૧

કીયાં જાવું કેમ કરૂં રે હો, નથી મારા શરીરમાં બાઇ સુખ,

વણ દિઠે વાલમને રે હો, દિન દિન પ્રત્યે દલડામાં દુઃખ. વાટ. ર

એ દિન કૈયે આવશે રે હો, ભાવે ભરી ભેટશું ભુધરરાય,

મલ્યા વિના માવને રે હો, કોને કેમ તાપ તનનો રે જાય. વાટ. ૩

વાલાના વિયોગમાં રે હો, અંતર મારૂં દાઝે છે આઠું રે જામ,

ત્યારે તાપ ટળશે રે હો, જ્યારે મળશે નિષ્કુળાનંદનો રે શામ. વાટ. ૪

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી