હું વારી તુજ ઉપરે રે હો, સુખકારી શામળીયા રે સુજાણ, ૫/૮

હું વારી તુજ ઉપરે રે હો, સુખકારી શામળીયા રે સુજાણ,

તન મન માહેરૂં રે હો, કરૂં લઇ તમ ઉપર કુરબાણ. હું. ૧

જીયાં જીયાં વાળો જીભડી રે હો, તિયાં તિયાં વાળું મારૂ રે તન,

મેલી મારા માનને રે હો, કરું મારા પિઉજી પરસન્ન.હું. ર

શું કરૂં આ શરીરને રે હો, જો નાવે નાથ તમારે રે કામ,

સુવરાવો શૂળીયે રે હો, તોયે સુખકારી માનું શામ. હું. ૩

અભાવ આણું નહિ રે હો, કોયે રીત્યે સુંદરવર તમ સાથ,

વાલા નિષ્કુળાનંદના રે હો, હું તો હરિ વેચાણી તમ હાથ. હં. ૪

મૂળ પદ

પિઉજી પધારીયા રેહો, વિલખતી મેલી ને વ્રજનાર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી