આ દેહ મનુષનો મળ્યો, અમુલખ પ્રાણી; ૧/૧

 (રાગ:લાવણી-પ્રભુ પ્રગટ થયા ધરી પ્રેમ એ રાગ)

આ દેહ મનુષનો મળ્યો, અમુલખ પ્રાણી;
                રળ્યા કર્યો દિવસ ને રાત કીમત નવ જાણી          ૧
નહીં નાવું ધોવું, દાતણ કદી નવ કરવું ;
                ભટકી જ્યાં ત્યાં સુઇ ઉઠીને ઉદર ભરવું                  ૨
સહજાનંદ શ્રીજગવંદ, ભજ્યા નહીં ભાવે;
                જમલોક જાતા જીવ પડીશ પસ્તાવે                       ૩
કદી કૃષ્ણ કથા કિરતન, સુણ્યા નહીં કાને;
                નવ સમજ્યો જન્મ દેનાર તણા મહિમાને.              ૪
કોઇ સાધુ સંતની શીખ જરા નવ માની;
                શઠ સંગતમાં રહી થયો અતિ અભિમાની.               ૫
એમ કરતાં આવ્યું, વૃદ્ધપણું વણ વાટે;
                અવયવો થયા શિથિલ પડ્યો જઇ ખાટે                  ૬
બાળાપણ જાણી અબુધ, કેણે નહીં કીધું;
                જુવાનીમાં બહુ જોર જણાવી દીધું                          ૭
બહુ વિષય સુખની આશ, રહી તે અધૂરી;
                પ્રભુ ભજ્યા વિના નરસિંહ કે નવ થઇ પૂરી             ૮
 

મૂળ પદ

આ દેહ મનુષનો મળ્યો, અમુલખ પ્રાણી;

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી