અરજ શ્રી હરિ એટલી કરું, ભવ સમુદ્રના લોઢથી ડરું; ૧/૧

(રાગ:લલિત છંદ)
અરજ શ્રીહરિ એટલી કરું, ભવ સમુદ્રના લોઢથી ડરું;
જળ અથાહમાં જંતુઓ ધણાં, સરવ ધાતકી છે મુજતણા .        ૧
બહુ બિયામણા વિષય વ્યાળ રે, ગુંચવણી ધણી માયાજાળ રે;
પ્રાણ માહરો પ્રભુ બચાવજો, શત્રુ સર્વને રે નશાવજો .            ૨
કુડી આશામાં કર્મ કાળથી, જન્મ બહુ ધર્યા મોહ જાળથી;
બહુ ભટકિયો ભવ મહાજળે, મળ્યો મનુષનો દેહ ભૂતળે.         ૩
બહુ દયા કરી બાળ ભકિતના, છો ધણી તમે સર્વ શકિતના ;
જો નહીં મળ્યા હોત માવજી, લખ ચોરાશીમાં ફરત હું હજી.      ૪
છું અનાદિ રે અજ્ઞાની અતિ, નવ જાણું જરા જ્ઞાન કે ગતિ;
દીન જાણીને મોક્ષ આપજો, ભવ તણા મહા કષ્ટ કાપજો.        ૫
કરણી નવ જુવો લેશ લાલ રે, પાસ રાખજો ગણી કંગાલ રે;
દાસ નરસિંહના દોષ પરહરો, અરજ એટલી ઉરમાં ધરો.        ૬
 

મૂળ પદ

અરજ શ્રીહરિ એટલી કરું, ભવ સમુદ્રના લોઢથી ડરું;

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી