અમે જાણીતા સત્સંગી છઇએ , ઉછવ સમૈયામાં દખી જરા ન થઇએ૧/૨

(રાગ: ચાબખો.પ્રાણિયા ભજી લેને કિરતાર એ રાગ)
અમે જાણીતા સત્સંગી છઇએ , ઉછવ સમૈયામાં દખી જરા ન થઇએ               ૦ ટેક
ઉતારા ઓરડી સારી સગવડના , મોકામાં મેળવી તે લઇએ ;
ગરદી પેલા જઇ સુંવાળા ગાદલા ને, ગોદડાના થર મારી દઇએરે                   –અમે ૦૧
વેલા ઉઠીને અમે હાડહાડ થાવા, નળે નાહ્વા તે શીદ જઇએ?
મોંઢું ધોઇને પુજાવાળા પાસે જઇ , ચાંલ્લો તિલક કરી લઇએરે                        -અમે ૦૨
આમ તેમ ફરતા કોઇક ઓળખીતા, સાધુની નજરે થઇએ;
એકાંત સુખની ઓરડીએ જઇને અમે, ચાહ પાણી પ્રેમથી પીઇએરે                  -અમે ૦૩
મનખ્યો ભરાઇને બેઠો મંડપમાં , કથા સાંભળવા ઇચ્છીએ ;
એ તો પંચાત્યું પુરાણની તેમાં, આપણે સમજીએ ન કંઇએરે                            –અમે ૦૪
દેવળમાં જઇ દેવદર્શન કરીને સીધા, ચૌટા બજારમાં જઇએ ;
સ્નેહી મિત્રોની સાથ સીગરેટ છુટથી , પીયને ત્રપત ખૂબ થઇએરે                   –અમે ૦૫
જોવાનું હોય તે જોઇ ફરીને , લેવાનું હોય તે લઇએ ;
ક્યાં ગયાતા કોઇ સાધુ પૂછે તો, કહયા જેવું હોય એટલુંજ કહીએ...રે                –અમે ૦૬
હાથે પતરાવળા લઇને પંગતમાં, પોળા થઇને બેસી જઇએ ;
સોડા શરબત બીડી ભાડામાં ભાંગતાં, વધ્યા નાણાં તો થાળ દઇએરે               -અમે ૦૭
આવા સમૈયા કરી શું રે સુધરશું, વિચારો વાત આપ હઇયે;
સાધુ શરણે જઇ વિષયની આશ તે, નરસિંહ નિરર્થક કઇએરે                            -અમે 0૮
 

મૂળ પદ

અમે જાણીતા સત્સંગી છઇએ , ઉછવ સમૈયામાં દખી જરા ન થઇએ

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી