આજ વસંત આવ્યો મારી આલી, ધરમધામ ચલો જાઇયે;૧/૪

 પદ ૯૫-રાગ વસંત

આજ વસંત આવ્યો મારી આલી, ધરમધામ ચલો જાઇયે;
શ્રી ઘનશ્યામ સંધાથે, સજની, રંગકી ધુંમ મચાઇયે.  આજ.૧
અબીલ ગુલાલ લિયો અલબેલી, કર કંચન પીચાકરી;
અરસ પરસ રમીએ અતિ રંગમેં, ધીરજ ઉરમાં ઘારી.   આજ.૨
કંચન ઘટમાહી વારી ભરી ને , અબીલ ગુલાલથી રંગી;
આંબા મોરને ઉબી ધરી ને , રમીએ રંગ ઉમંગી.         આજ.૩
લાલન મુખ નિરખી હરખી ને , વસંત વધાવીયે આલી;
અવિનાશાનંદ નાથની સંગે, રંગ રમીયે મતવાલી.     આજ.૪

 

મૂળ પદ

આજ વસંત આવ્યો મારી આલી, ધરમધામ ચલો જાઇયે;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી