આજ મારા મંદરિયામાં રે, વાલો રમઝમ કરતા રે આવ્યા;૩/૪

આજ મારા મંદરિયામાં રે, વાલો રમઝમ કરતા રે આવ્યા;
કનક થાલ માઇ ભરી સગ મોતી, વાલમને મેં વધાવ્યા.      આજ.૧
મનગમતા મનહર નિજ મોહન, સાથીડાને સાથે લાવ્યા;
મુજને નિરખિને મનમોહન, અમૃતઘન વરસાવ્યા.            આજ.૨
મનની સાથે મન મેલાવી, પૂરણ હરખ પમાવ્યા;
ભાળીને હું તો થઇ બડભાગી, ત્રિવિધિ તાપ સમાવ્યા.       આજ.૩
રહસ્ય વાત કરી રસ રીત્યે, પ્રીત્યેથી મોહ પમાવ્યા;
અવિનાશાનંદને નાથ આવિને, બહુ હેતેથી બોલાવ્યા.      આજ.૪ 

મૂળ પદ

આજ મારા ઓરડીઆમાં રે, આવ્યા અલબેલો અવતારી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી