અવતાર ને અવતારીનો, જેને વિવેક થાય.૮/૧૫

 અવતાર ને અવતારીનો, જેને વિવેક થાય.

તે જાય અક્ષરધામમાં, મહામુક્ત કેવાય.               ૧
અવતારી અવતાર ને, સરખા જેહ જાણે;
તેને વિવેકી ન જાણવો, કહું શાસ્ત્ર પ્રમાણે.              ૨
ચક્રવર્તી ભૂપાલને, કેવો ખંડીયો રાજા;
તે તો વિવેકી કહે નહી, કહે મૂર્ખસમાજા.                ૩
સમુદ્ર ને સરોવરને, કેમ સરખું લેવાય;
અવતાર ને અવતારીને, તુલ્ય નવ કેવાય.            ૪
તારાના ગણ છે નભમાં, વલી જાણ્યો ત્યા ચંદ;
તેને બરોબર લઇ કહે , કૈયે મતીના મંદ.              ૫
વડવાનલ વલી વહનીને, કહે તુલ્ય મસાલ;
જાણે તેમ અવતારી ને, હોય બુદ્ધિના બાલ.            ૬
ચિંતામણી ને હિરામણી, તેને એક જે જાણે.
તેને મંદમતી જાણવો, કહું શાસ્ત્ર પ્રમાણે.               ૭
અવતાર ને અવતારીમાં, ભેદ અનંત અપાર;
દ્રષ્ટાંત પ્રમાણે જાણજ્યો, ખોટું નથી લગાર.           ૮
અપાર મહિમા નાથનો, તે તે નવ કેવાય;
જેવા જાણે માહારાજને, તેવો તે થાય.                    ૯
અગણિત મહિમા જુક્ત છે સ્વામી સહજાનંદ;
અવિનાશાનંદ નિશ્ચે કહે, ધારી પ્રભુ સુખકંદ.           ૧૦
 

મૂળ પદ

શ્રી સહજાનંદ શામળો, બ્રહ્મમોહોલના વાસી;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી