અસવારી લૈ અલબેલડો, પોતે આવ્યા માણેકચોકમાં;૧/૫

 અસવારી લૈ અલબેલડો, પોતે આવ્યા માણેકચોકમાં;

ચઢી અટારી અગાશીયે, જુએ નર ત્રિયા હરી શોખમાં.              ૧
ઉછવિયા ઉચ્છવ કરે, વગાડે ઝાંઝ ઉમંગમાં;
મર્દંગ વાગે અતિ ઘણી, શોભે સખા હરીના સંગમાં.                  ૨
અવાજ થાય બંદુક તણા, કરે પાળા પ્રભુના હેતથી;
એ શોભા દીઠી નજરે, તે તો તર્યા કુટુંબ સમેતથી.                    ૩
કનકછડી લૈ કરમાં, છડીદાર બોલે છડી સાદમાં;
એવી શોભા થકા ફરતા હવા, અલબેલો અમદાવાદમાં.           ૪
એવી રીત્યે ફરતા હરી, કરતા અનેકનાં કાજને;
અવિનાશાનંદ જાય વારણે, વારે વારે શ્રી માહારાજને.             ૫
 

મૂળ પદ

અસવારી લૈ અલબેલડો, પોતે આવ્યા માણેકચોકમાં;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી