આ ચાતુરીઓ ચોવીસ છે, તેમાં પ્રગટની લીલા કઇ;૮/૮

 આ ચાતુરીઓ ચોવીસ છે, તેમાં પ્રગટની લીલા કઇ;

જથારથ કેવા કારણે, નથી શેષ શારદ તે સહી.                      
અલ્પમતિ કવિ કે' અતિ, હરી લીલા અપરંપારને;
પિંગળ કાવ્ય જોયા વિના, કવિ શું કરે ઉચારને.                      
પણ નિજ મતી અનુસારથી, કહી પ્રગટ લીલા કથી;
જથારથ કેવા કવિ, કોટી બ્રહ્માંડમા કોઇ નથી.                        
પુરુષોત્તમ અક્ષરપતિ, અવતારના અવતારી છે;
કારણ પ્રેરક સર્વના કાળે, તેની લીલા વિસ્તારી છે.                   
એમ જાણી મહારાજને, આ ચાતુરીઓ જે મુખ ગાય છે;
માયા માથે પગ દઇ, તે જરૂર ધામમાં જાય છે.                      
દૈવી સંપતિ જીવ જક્તમાં, તે ગાવે ભાવે ભરી;
આસુરી સંપતિ અસુરને, નાવે અરથમાં આ જરી.                  
દૈવી જીવ જે જક્તમાં, અને પ્રગટના કૈયે વળી;
તેને આ મળતી આવશે, જેમ પયમાં સાકર ભળી.                 
પય સાકરને જે પીએ, તે સુખી થાય બહુ તનમાં;
તેમ ચાતુરીઓ શીખે સાંભળે. થાય સુખી બહુ તનમાં.         
પણ નાવે આસુરીને અરથમાં, તે ઉપર દ્રષ્ટાંત દીજીયે;
જેમ મીસરી ધૃત ખાય કીટ તો, તે તરત પ્રાણ તજી દિયે. 
સાકર શત્રુ છે ખરને, અને ગોળ ગીંગો તે નવ જમે;
જવાસો સુકે જળથી, તેમ આસુરીને આ નવ ગમે.                  ૧૦
એમ હરિજન જાણીને, નવ આપો આસુરીના હાથમાં;
સત્સંગની મર્યાદામાં રહી, શીખો સુણો સંત સાથમાં.              ૧૧
સવંત ઓગણીશ સત્તરો, માસ અષાઢ તે જાણો સહી;
કૃષ્ણપક્ષે ગુરુ વાસરે, આ ચાતુરીઓ પુરી થઇ         .               ૧૨
સાભર તીરે સોયામણું, શ્રીનગર નૌતમ ધામ છે;
નર વીરની સમીપે કરી અવિનાશાનંદ નામ છે.                     ૧૩
               
જેતલપુરમાં કરેલી લીલાનું વર્ણન.
 

મૂળ પદ

દુંદુંભી વગાડે દેવતા, દેખી ગાંધર્વ હેતે ગાય છે

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી