ઉપવિત પામી ને અંતર જામી, ધાર્યું કરવું કાજ રે; ૧/૧

પદ ૧/૧ (રાગ :મેહુલો તે વરસે હરિ મંદિરમાં-એ રાગ)
પદ ૧૩
ઉપવિત પામી ને અંતર જામી, ધાર્યું કરવું કાજ રે;
અવતાર લીધાનું કારણ પોતે, વિચાર્યું વ્રજરાજ રે.
બાળ ચરિત્ર કર્યા છે વિચિત્ર, વાલે વરસ અગીયાર રે;
માત પિતાને મોક્ષ પમાડી, વિચર્યા વન મોઝાર રે.
એકા એકી વિકટ વનમાં, ચાલ્યા શ્રી ઘનશ્યામ રે;
રાત પડે ત્યાં વાસો રહેતા, ગોવિંદ ગુણના ધામ રે.
દૈવીજનોને દર્શન દેતા, કરતા પર ઉપકાર રે;
દુષ્ટો આસુરી અધર્મીનો, કરતા જાય સંહાર રે.
સપ્ત વરસ લગી વિચાર્યા વનમાં, વાલમ વરણીવેશ રે;
પછી પધાર્યા લોજ નગરમાં, સુંદર સોરઠ દેશ રે.
રામાનંદનું મંડળ મોટું હતું નગરની માંય રે;
નારણદાસના નાથજી મળીયા, મુક્તાનંદને ત્યાંય રે.
 

મૂળ પદ

મેહુલો તે વરસે હરિ મંદિરમાં

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી