હું તો છું હરિ કેવળ તમારે માટે તારી મરજીમાં રહિશ હું શિર સાટે ૧/૪

હું તો છું હરિ કેવળ તમારે માટે;
તારી મરજીમાં રહિશ હું શિર સાટે...હું તો૦ ૧
તારો મહિમા શું ગાવું હું મુખવાટે;
અક્ષરમુક્તો પ્રેમે તારા ચરણ ચાટે...હું તો૦ ૨
આવો પ્રેમે પધારો ખાંતિલા ખાંતે;
નાંખુ હીંચકો હું તારા ગુણ ગાતે ગાતે...હું તો૦ ૩
તમે શૂળીનું દુઃખ મટાડો છો કાંટે;
આજ પ્રકટ્યા છો શ્રીજી જ્ઞાનજીવન માટે...હું તો૦ ૪

મૂળ પદ

હું તો છું હરિ કેવળ તમારે માટે;

મળતા રાગ

એક દિવસ આવોને મારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી