સર્વોપરિ શ્યામળો સુખકારી રે, વાલો અવતારના અવતારી૨/૨

પદ-૨/૨

પદ ૧૮

સર્વોપરિ શ્યામળો સુખકારી રે, વાલો અવતારના અવતારી ટેક.

જેને નેતિ કહે વેદ ચાર રે, મન વાણી લહે નહિ પારરે;

એતો અક્ષરના આધાર..સર્વોપરી.૧

મહામુનિ ધરે જેનું ધ્યાન રે, મોટા મોટા નામે મૂકી માન રે;

નિત્ય નારદજી કરે ગાન... સર્વોપરી.૨

અણીમાદિક સિદ્ધીઓ અષ્ટરે, પાળે હુકમ હરિનો સ્પષ્ટ રે;

પ્રભુ ભક્તોના ભંજન કષ્ટ... સર્વોપરી.૩

ધન્ય ધન્ય વસુંધરા વારીરે, નાયા વિચરી જ્યાં વિશ્વવિહારીરે;

કર્યો પાવન સૌ નર નારી... સર્વોપરી.૪

ઘનશ્યામ સદા સુખકારી રે, નિજ ભક્ત તણા ભય હારી રે;

જાય દાસ નારાયણ વારી.. સર્વોપરી.૫

મૂળ પદ

અક્ષરપતી આવિયા અવતારી રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી