સદા સુખદાયક સ્વામીરે, મળ્યા મને અંતર જામી રે૧/૨

પદ૧(રાગ : મને વ્રજવાસ છે વ્હાલો)

પદ ૨૪

સદા સુખદાયક સ્વામી(૨)રે, મળ્યા મને અંતર જામી રે ટેક.

સુખદ મૂર્તિ શામ સલૂણો કરુણા કેશવરાય,

ભક્તનાં સંકટ ભાંગવા ભૂધર અંતર આકળા થાય;

વા'રે ચડે ગરૂડગામી(૨)રે, મળ્યા મને અંતરજામી.૧

પળે પળે પ્રતિપાળ કરે છે, દાસ તણા દયાળ;

અનેક રીતે લીયે ઉગારી, ભક્તિ ધરમના બાળ,

સર્વોપરી ધામના ધામી(૨)રે મળ્યા.૨

ક્ષણે ક્ષણે પ્રભુ ખબર રાખે, શામળિયો સુખદેણ.

ભક્તતણાં મનરંજન કરવા, બોલે મધુરાં વેણ;

ભાંગી મારી ભવની ખામી(૨)રે, મળ્યા.૩

સેવકની સુખધામ કરે છે, સહાય સદા ભગવાન,

નારણદાસના નાથ દયાળું, કેશવ કૃપાનિધાન.

બદ્રીપતિ છો બહુનામી(૨)રે મળ્યા.૪

મૂળ પદ

સદા સુખદાયક સ્વામીરે, મળ્યા મને અંતર જામી રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી