સુખ આપો સહજાનંદજી હો, જાણી પોતાનો દાસ;૧/૪

પદ -૧ (રાગ : મહાડ)

પદ ૩૩ (પધારોને સહજાનંદજી હો ગુન્હા કરીને માફ)

સુખ આપો સહજાનંદજી હો, જાણી પોતાનો દાસ;

હો જાણી પોતાનો દાસ રે.સુખ આપો ટેક.

મુક્તાનંદને મહાસુખ આપ્યું, મે'ર કરી મહારાજ;

દાદા ખાચરને દરબાર વસિયા, કીધાં અલૌકિક કાજ-હો.૧

પરવતભાઇને પરચા પૂર્યા, દરશાવ્યાં ચોવીશ રૂપ;

સર્વોપરિ નિજ નિશ્ચે કરાવ્યો, અખિલ ભુવનના ભુપ-હો.૨

અખંડાનંદને ઉગારીયા, સિંહ થકી સુખ ધામ;

વ્યાપકાનંદના વચનથી તે, દીધું વણિકને દામ-હો.૩

કોટિક જનનાં કામ કર્યા, ને અમને તમારી આશ;

ચરણ સરોજની સેવા આપો, માગે નારણદાસ-હો.૪

મૂળ પદ

સુખ આપો સહજાનંદજી હો, જાણી પોતાનો દાસ;

મળતા રાગ

પધારોને સહજાનંદજી હો ગુન્હા કરીને માફ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી