સારા સારનો કરવો વિચાર, સત્યાસત્ય જોવું નિરધાર; ૧/૧

પદ-૧(રાગ :ચોપાઇ)

પદ-૧૦૪

સારા સારનો કરવો વિચાર, સત્યાસત્ય જોવું નિરધાર;

સાર વસ્તુનું ગ્રહણ કિજે, અસાર માત્રથી અળગા રિજે.

સાચા સંતને જુઓ તપાસી, ભજો પ્રગટ પ્રભુ અવિનાશી;

તેથી સરે તે સઘળાં કાજ, વળી રીઝે રમાપતિ રાજ.૨

જુઠા સંત ફરે જગમાંય, વેશ સાધુનો ધારિ સદાય;

તે તો દેખાય ઉપર સારા, પણ ભીંતર ભાવ નઠારા.૩

બગહંસ તે સરખા જણાય, પણ આહાર કરે ઓળખાય;

માટે સાચા જોઇ કરો સંગ.અંત કાળે રહે ભાઇ રંગ.૪

મૂળ પદ

સારા સારનો કરવો વિચાર, સત્યાસત્ય જોવું નિરધાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી