સંત મળે સાચા રે, ત્યારે જીવ ભવ તરે; ૧/૧

પદ-૧(રાગ :મુળદાસની કટારીનો.)

પદ-૧૧૪

સંત મળે સાચા રે, ત્યારે જીવ ભવ તરે;

અવર ઉપાય કાચારે, કોટિ બીજાં સાધન કરે.ટેક.

પુન્ય કરીને અમર પુરમાં, જઇને પામે સુખ;

પુન્ય ખૂટેથી પાછો આવીને, વેઠે ચોરાસીનું દુઃખ;

ચાર ખાણ મધ્યેરે, વારે વારે જનમ ધરે.સંત મળે.૧

સકામ થઇને સાધન કરે, અંતર ફળની આશ;

તે સુખ સર્વે ભોગવી લઇને, અન્તે થાય વિનાશ;

વાસના વિષયની રે, કાઢ્યા વિના કામ ના સરે.સંત મળે.૨

નિષ્કામી થઇ નાથને ભજો, સાચા સેવો સંત;

પ્રગટ પ્રભુ પ્રતાપથી, આવશે દુઃખનો અંત;

અક્ષર રૂપ થાતાં રે, અક્ષરમાં જઇ ઠામ ઠરે.સંત મળે.૩

સંત મધ્યે સહવાસ કરીને, કરીયે હરિની સેવ;

અતિ શુદ્ધ નિજ મન કરીને, ભજીયે દેવના દેવ;

નારણદાસ કે'છે રે, તેનાં પ્રભુ તાપ હરે.સંત મળે.૪

પદ-૧/૨(રાગ : અંગ્રેજી ઢબનો વણઝારો)

મૂળ પદ

સંત મળે સાચા રે, ત્યારે જીવ ભવ તરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી