સત્સંગ કરો ધ્યાન ધરોને ધર્મકુંવર ઘનશ્યામનું ;૧/૧

પદ-૧(રાગ :હરિજન થઇને હાણ વરધ)

પદ-૧૩૧

સત્સંગ કરો ધ્યાન ધરોને ધર્મકુંવર ઘનશ્યામનું ;

હરિભક્ત થઇ ભજન કરો સ્વામિનારાયણ નામનું.ટેક.

જેને સ્વામિનારાયણનું છે બહાનું, તેનું નામ નથી જગમાં છાનું;

તેનું અક્ષરમાં પડિયું પાનું.સત્સંગ.૧

જેને સ્વામિનારાયણની છે કંઠી, તેની લખ ચોરાશી ગઇ વંઠી;

જો ભજન કરે સાચા મનથી.સત્સંગ.૨

જે સ્વામિનારાયણના દાસ થયા, તેના પાપ તાપ સંતાપ ગયા;

તે અક્ષરમાં જઇ અચળ રહ્યા.સત્સંગ.૩

જે સહજાનંદનું ભજન કરે, તેનાં સંકટ સહજાનંદ હરે;

કહે દાસ નારાયણ ભવ તરે.સત્સંગ.૪

મૂળ પદ

સત્સંગ કરો ધ્યાન ધરોને ધર્મકુંવર ઘનશ્યામનું ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી