સખી શ્રીજીના ગુણ ગાવારે, દેહ મુકીને દિવ્ય રૂપ થાવા ૧/૨

પદ-૧/૨(રાગ :માન માયાના કરનારારે)

પદ-૧૩૨

સખી શ્રીજીના ગુણ ગાવારે, દેહ મુકીને દિવ્ય રૂપ થાવા;

મહા માયા મુકીને પાર જાવારે, દેહ મુકીને દિવ્ય રૂપ થાવા.ટેક.

ભાગવતી તનુ ધરી બ્રહ્મના પ્રકાશમાં, પરિબ્રહ્મ પાસે રહેવા;

અક્ષર આનંદ કંદ ધામ તેને પામી, શાન્તિ અલૌકિક લેવારે.દેહ.

ભક્તિના લાલને ભજો દ્રઢ ભાવથી, માયાને મોહથી મુકાવા;

સાચો સત્સંગ કરી શ્રી હરિને સેવીયે,

કાળ કર્મ જાળથી બચાવારે.દેહ.૨

ત્રીવિધી તાપ અને પાપ યુક્ત દેહના કોટિક કલેશ કપાવા;

ચિક્રી ચોરાશી ફાડી નાખીને આજ,

અક્ષરના લેખ લખાવા રે.દેહ.૩

પ્રગટ પ્રમાણ પ્રભુ પ્રેમ ધરી પૂજીએ, આનંદ મેધ વરસાવા;

દાસનારણ કહે ધર્મકુળ ચંદને,

મોંઘે મોંઘે મોતીડે વધવા રે.દેહ.૪

મૂળ પદ

સખી શ્રીજીના ગુણ ગાવારે, દેહ મુકીને દિવ્ય રૂપ થાવા

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી