હરિભક્ત એકાંતિક થાય, તે તો અક્ષરધામમાં જાય;૨/૨

પદ-૨/૨

પદ-૧૩૫

હરિભક્ત એકાંતિક થાય, તે તો અક્ષરધામમાં જાય;

માયા સુખ વિષય વિકાર, તેને ઝેર બરાબર ધારે રે;

એક હરિ ચરણ ચિત્ત ચહાય.તે તો.૧

દેહ આત્માને પ્રથક જાણે, આત્મા અક્ષર રૂપ પ્રમાણેરે;

માનાપમાન તુલ્ય જાણાય.તેતો.૨

અતિ ઉત્તમ નિશ્ચે દ્રઢ જેને, દયા ક્ષમા ને શાન્તિ તેનેરે;

જાણે સાકાર હરિને સદાય.તેતો.૩

ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ, તેમાં હોય અપાર આસક્તિ રે;

અતિ જાણે હરિમહિમાય.તેતો.૪

એક કર્તા જાણે ભગવાન, બીજા દેવ દેવીને ન માને રે;

કદી વિષયમાં ન તણાય.તેતો.૫

જેણે તત્વે કરી હરિ જાણ્યા, તે તો ડાહ્યા ચતુર ને શાણારે;

દાસ નારણ હરિગુણ ગાય.તેતો.૬

મૂળ પદ

જેને જ્ઞાન નથી ઘટમાંય, તેનું કલ્યાણ તે કેમ થાય.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી