સ્વપ્ના જેવો આ સંસાર તે, ખોટો ખલકનો ખેલજી૨/૬

પદ-૨/૬
પદ-૧૫૪
સ્વપ્ના જેવો આ સંસાર તે, ખોટો ખલકનો ખેલજી;
જુઠી રે બાજી આ જગતની, માયા મોહની ભરેલજી.સ્વપ્ના.૧
પલના પરૂણા આવીયા, જાવું પલમાં જરૂરજી;
ઇન્દ્ર ધનુષ્ય જેવું આભમાં, જેવું પાણીનું પુરજી.સ્વપ્ના.૨
કહો ભાઇઓ ક્યાંથી આવીયા, જાવું કેને તે ઘેરજી;
કોણ છે સગું આ સંસારમાં, પૂછી જુવો તેની પેરજી.સ્વપ્ના.૩
આકરી વખત જ્યારે આવશે, ત્યારે કોણ કેનું હોયજી;
ઘાંટો ઝલાશે ઘડી એકમાં, છેટા રહે સૌ કોયજી.સ્વપ્ના.૪
આપણી હેડીના હાલી ગયા, ત્યારે આપણે શી વારજી;
પાણી અચાનક આવશે, પછી નહિ થાય પાળજી.સ્વપ્ના.૫
શું કરવા આવ્યા આપણે, શું કરવા બેઠા કામજી;
શું રે કહ્યું તું ગર્ભવાસમાં, તેનું ભૂલી ગયા નામજી.સ્વપ્ના.૬
અલ્પ આયુષ છે આપણી, તેમાં કલ્પના ક્રોડજી;
મિથ્યા મમત મૂકી માનવી, સમરો શ્રી રણછોડજી.સ્વપ્ના.૭
ઘર તજી ઘડી એકમાં, કરવો વગડામાં વાસજી;
વાલા વિસારી રહેવું વેગળું, કહે નારાયણદાસજી.સ્વપ્ના.૮

મૂળ પદ

જમડા જરૂર લેવા આવશે, લેશે સાંજ સવારજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી