સતસંગ સૌ કરજો રૂડોરે, કળિયુગ આવ્યો છે કુડો.૨/૮

પદ૨/૮
પદ-૧૭૭
સતસંગ સૌ કરજો રૂડોરે, કળિયુગ આવ્યો છે કુડો.ટેક.
સતસંગ શિરોમણી નૌકા તજીને, શીદ ભવસાગરમાં બુડો;
દુઃખ દરિયાનો કદિ પાર ન આવે, જોને વિચાર કરી ઉંડો.સ.૧
પુરુષોત્તમ વર પરણીને પૂરણ, પહેરો અમર ચુડો;
દયા ક્ષમા જ્ઞાન ખડગ ગ્રહીને, કામ ક્રોધ લોભને ઝૂડો.સ.૨
કુડી કાયામાંથી હંસ જશે ઉડી, જેમ પાંજરામાંથી સુડો;
દોલત ને દિકરા એમ જશે ઉડી, મધમાખીનો જેમ પુડો.સ.૩
સાચા સદ‌્ગુરુ શોધી કરીને તમે, માંહેના મનને મુંડો;
નારણદાસના નાથને ભજી લ્યો, નંદનો કુંવર કાનુડો.સ.૪

મૂળ પદ

લઇ લ્યો હરિ સંગે લા’વો રે, ફરી નહિ મળે વખત આવો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી