હરિ ભક્તિ કરો ધરી ભાવ સહુ નર નારીરે;૧/૪

પદ-૧/૪(રાગ :હરિને ભજતાં હજુ કોઇની લાજ)
પદ-૨૦૧
હરિ ભક્તિ કરો ધરી ભાવ સહુ નર નારીરે;
ફરી નહિ મળે આવો દાવ જુવોને વિચારીરે.૧
હરિ ભક્તિ કરીને અનેક ગયા જગ જીતીરે;
તેનો ગણતાં ન આવે છેક પ્રભુ સંગ પ્રીતિરે.૨
જેના પુણ્ય તણો નહિ પાર ભક્તિ મન ભાવેરે;
તેને તરણા તુલ્ય સંસાર નજરમાં આવેરે.૩
જેણે ભક્તિ કરી શુદ્ધ મન જગતમાં આવીરે;
તેનાં માત પિતાને ધન્ય ભક્તિ દ્રઢ ભાવિરે.૪
વાલો ભક્તિ તણે વશ થાય છેલ છબીલોરે;
એમ દાસ નારાયણ ગાય ભક્તિ નવ ભુલોરે.૫

મૂળ પદ

હરિ ભક્તિ કરો ધરી ભાવ સહુ નર નારીરે;

મળતા રાગ

હરિને ભજતાં હજુ કોઇની લાજ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી