હરિ ભક્તિ કરી ભવપાર ઉતરીયા ઝાઝારે૨/૪

પદ-૨/૪

પદ-૨૦૨
હરિ ભક્તિ કરી ભવપાર ઉતરીયા ઝાઝારે;
નાત જાતનો નહિ નિર્ધાર રંક અને રાજારે.૧
હરિ ભક્તિ કરી નરનાર અભય પદ પામ્યાંરે;
તે તો જીતી ગયાં સંસાર સકલ દુઃખ વામ્યાંરે.૨
ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત કરે જે ભક્તિરે;
તેનાં પાપને તાપ ખચિત રહે નહિ રતિરે.૩
હરિ ભક્તિ વિના નરનાર અધોગતિ પામેરે;
હરિ ભક્તિ વિના સંસાર ઠરે નહિ ઠામરે.૪
માટે ભક્તિ પદારથ એજ સર્વથી મોટુંરે;
સત્ય કે'છે નારાયણદાસ ખરૂં નથી ખોટું રે.૪

મૂળ પદ

હરિ ભક્તિ કરો ધરી ભાવ સહુ નર નારીરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી