જગમાં તે જન્મીને શું કર્યું રે, ઘડી ગાયા નહીં રામ;૧/૪

પદ ૧/૪(રાગ :ભજ્યો નહિ ભગવાનનેરે મળ્યો મનુષ્યનો દેહ)
પદ-૬૫
 
જગમાં તે જન્મીને શું કર્યું રે, ઘડી ગાયા નહીં રામ;લાજે લેવાણો લોકની, ખોયું ઠરવાનું ઠામ. જગમાં તે.૧
વાંક વિના રાંકને રડાવિયારે, ધુતિ લીધું તેનું ધન;દગા કરીને સગા રીઝવ્યા, નવ વિચાર્યું મન. જગમાં તે.૨
દહાડી ઉઠીને ચાડી કરે રે, વાંધા ઘાલે ઘેર ઘેર;પલીતો મુકીને પરો રહે, પાડે વહાલામાં વેર, જગતાં તે.૩
સવળું જરી સમઝે નહિરે, બોલે આડું અપાર;વિના કારણ કજીયો કરે, ભરે ભુંડપનો ભાર. જગમાં તે.૪
રાત દિવસ રઝળે ઘણું રે, દોડે દેશ વિદેશ;ધંધો કરીને ધન મેળવ્યું, કોઇને આપ્યું ન લેશ. જગમાં રે.૫
મુંઢ મોહ્યો પરનારમાં રે, અતિ વિષયની આશ;દેહ ગેહ દ્વવ્યમાં ડુબીયો, કહે છે નારણદાસ. જગમાં રે.૬ 

મૂળ પદ

જગમાં તે જન્મીને શું કર્યું રે, ઘડી ગાયા નહીં રામ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી