સંત સમાગમ કરી ભકત જે થશે;૧/૨

પદ-૧/૨(રાગ :દેખ વિચારી તેરા દિલમાં)

પદ-૩૩૧

સંત સમાગમ કરી ભકત જે થશે;

ભકત જે થશે મુમુક્ષુ જીવ તે હશે.સંત.ટેક.

સત્પુરુષની વાત જેનાં ઉર વિષે ઠશે;

ત્રિવિધના તાપ તેનાં વેગળા જશે.સંત.૧

પ્રગટનો પ્રતાપ આપ અધિક જાણશે;

શ્રી હરિનું સુખ સદા તેજ માણશે.સંત.૨

ઉદ્ધવમતને અનુસરીને ધર્મ પાળશે;

ભકત બની કામ ક્રોધ લોભ બાળશે.સંત.૩

રસિયાજીનું રૂપ જેનાં રૂદિયામાં વસે;

નારાયણદાસ નામી તેને પાય લાગશે.સંત.૪

મૂળ પદ

સંત સમાગમ કરી ભકત જે થશે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી