સંકટ સહેતાં ને મારગ જાતાં અસીપત્ર વન આવ્યું રે રામ;૧/૨

પદ-૧/૨(રાગ :સ્વર્ગ નિસરણીનો)

પદ-૪૭૦

સંકટ સહેતાં ને મારગ જાતાં અસીપત્ર વન આવ્યું રે રામ;

અસીના ધારા જેવાં તીખાં અણિયાળાં પાનેથી પૂરણ છવાયું રે રામ.

પાપીને તેમાં જ પ્રવેશ કરાવ્યો કાંટા અધિક જેમાં વાગેરે રામ;

ત્વચા તે તૂટે ને રૂધિર છૂટે ફાટે ચર્મ લાહ્ય લાગેરે રામ.૨

કુકર્મ કરતાં ને અધર્માચરતાં પાછું વાળી નવ પેખ્યું રે રામ;

પાપ કર્યું તે તો ભોગવ પ્રાણી દુઃખતણું નથી લેખુંરે રામ.૩

અન્ન ને ધન વળી આયુષ તારૂ પાપ મારગમાં ખોયું રે રામ;

આડુ તે બોલતાં ને અન્યાય કરતાં પાછું વાળી નવ જોયું રે રામ.

અસત્ય દેહ સારૂ અભાગીયા તે સત્પુરુષને ન સેવ્યારે રામ;

ગુણ જોયા વિના ગુરુ કર્યા તે નર્કમાં લઇ જાય એવારે રામ.૫

મૂળ પદ

સંકટ સહેતાં ને મારગ જાતાં અસીપત્ર વન આવ્યું રે રામ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી