અરર હે હરિ કયાં ગયા તમે, તમ વિયોગથી દુઃખીયાં અમે ૧/૧

 ૭૪ ૧/૧ લલીત છંદ

અરર હે હરિ કયાં ગયા તમે, તમ વિયોગથી દુઃખીયાં અમે,
સહુ કુટુંબીયો એમ ઉચરે, લલિત રૂપ તે કેમ વિસરે.                 ૧
વદને જોઇને ઉરમાં અતિ, પૂરણ શાંતિ તો થતી,
સમરતાં જ તે કષ્ટને કરે, અધિક આંખથી આંસુડાં ખરે.           ર
તમ વિના હવે કષ્ટ શે ટળે, વિરહથી અતિ કાળજું બળે,
સ્મરણ એ રીતે તો કરે સહુ, મૂર્તિ ચિત્તમાં સાંભરે બહુ.             ૩
ધિરજ ચિત્તડું કેમ રે ધરે, પ્રણતપાળ હે શ્રી હરિ અરે,
નખ શિખા છબી દ્રષ્ટિમાં તરે, ગુણ અપાર તો નિત્ય સાંભરે.    ૪
મધુર વાણીએ નાથ બોલતા, સુણી સમસ્તનાં ચિત્ત ડોલતાં,                                       
જન સમસ્તની વૃતિને હરિ, ચમકની રીતે ખેંચતા ખરી.           પ
જગતથી તમે શિધ્ર ચાલતાં, જન સમસ્તને સુખ આલતાં,
મૂર્તિ આપની શ્રી બહુ ધરે, મદન કોટીના ગર્વને હરે.               ૬
વિધિ હરિ અને શંભુ દેવતા, સકલ તે રહે નિત્ય સેવતા,
સુરતરૂ થકી શ્રેષ્ઠ જાણીને, ઉર ધરે અતિ પ્રીત આણીને.          ૭
દુઃખીત કોઇને દેખીને હરિ, ઉર અતિ દયા લાવતા ખરી,
તમ તણી જ તે ટેવ કયાં ગઇ, વન વિષે ગયા નિર્દયા થઇ.     ૮
સુખદ સ્નેહ તો નેત્રમાં ભર્યો, ગમનને સમે તે ન સાંભર્યો,
તજી સમસ્તને શ્રી હરિ ગયા, ઉર ન ઉપજી લેશ રે દયા.         ૯
ઘર તજી તમેં તો સીધાવીયા, વન વિષે રખે જાણીયે ગયા,
પ્રભુજી જો તમે દુર જઇ રહો, જગદીશ કહે પાસ લૈ લહો.         ૧૦                  
 

મૂળ પદ

અરર હે હરિ કયાં ગયા તમે, તમ વિયોગથી દુઃખીયાં અમે

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી