અવતારી બલિહારી તમારી હરિ મુરત ઉપર વારી ૧/૧

 ૧૯૬ ૧/૧ રાગ ઝીલ્લો ત્રિતાળ

અવતારી બલિહારી તમારી હરિ મુરત ઉપર વારી.     ટેક
સુર્ય શશી તે શી ગણતીમાં, કોટીક તેજ પ્રકાશ, બહુ શોભે
ચિત્ત લોભે સ્થિર થોભે, નહિઅવર પ્રતાપી
સુરનરમાં છબી સર્વ થકી ન્યારી.                                અવ. ૧
અધમ ઉધારણ આપ પધાર્યા, જન મન પૂરણ કામ,
પ્રભુ કેવા સુખ દેવા, જશ લેવા અતિ કેવળ કરુણા કરી.
કળી જુગમાં ભકત ઉપર ભારી.                                   અવ. ર
આ અવસરમાં હે અવિનાશી કર્યુ સુગમ કલ્યાણ,
ભય હારી, નર નારી બહુ તારી, અક્ષર ભુવન વિશે.
પહોંચાડયા અગણિત અધહારી.                                   અવ. ૩
કરતા નિયંતા સર્વનાં સ્વામી ભકત પતિ ભગવાન,
છો એવા, તમ જેવા, જશ દેવા, નથી અવર પુરુષ કોઇ
અનંત ભુવનમાં જન રંજનકારી.                                  અવ. ૪
પ્રાણ થકીછો પ્રીતમ પ્યારા સુંદર શ્રી ધનશામ ઉર ધારું,
તમ સારૂં મન મારૂં, કહે જગદીશાનંદ
અહોનિશ તલખે ચરણે ચિત્ત ધારી.                              અવ. પ
 

મૂળ પદ

અવતારી બલિહારી તમારી હરિ મુરત ઉપર વારી

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી