અવતારી દેવ મોરારી હું બલિહારી તમારી શ્રી ધર્મકુમાર૧/૨

અવતારી છે ગીરધારી એ- રાગ      ૩૨૧ ૧/૨

અવતારી દેવ મોરારી હું બલિહારી તમારી શ્રી ધર્મકુમાર
સુખકારી શામ તમારી મુરતી પ્યારી મેં અંતર ધારી વધારીને પ્યાર.   ટેક.
મુરતી ઉર ધરીયે તો તરીયે ભવ ઠરીયે મન જરીયે નમી ત્યાં જરૂર
સુખે વિચરીએ ગુણ ઝટપટ ઉચરીએ નિત્ય હરિએ ને ફરીયે હજુર.      અવ. ૧
મરવા અવતરવા થકી ઉર ડરવા ઉતરવાને ભવજળ પાર
હરિવર વરવા સુખ કરવા ઉર ધરવા વિચરવાને મોક્ષ મોજાર.           અવ. ર
દેવનમાં સેવનમાં સંતનમાં હરિજનમાં શ્રી હરિ વસીયા છો જેમ
તનમાં ને મનમાં ચિત્તવનમાં આંખનમાં વસો મુજ અહોનિશ તેમ.      અવ. ૩
લાવનમાં ગાવનમાં હેતે બોલાવનમાં પાવનમાં છે મુજ પ્રીત
આનંદ ઉપજાવનમાં સુંદર સોહાવનમાં ખાવન મન ભાવનમાં ચિત્ત. અવ. ૪
જય જગવંદન મુકુંદ ગોવિંદ સ્વચ્છંદ મુનિગણ ચંદ
જગદીશાનંદ આનંદધરી વૃષનંદ ભજે સુખકંદ.                                અવ. પ
 

મૂળ પદ

અવતારી દેવ મોરારી હું બલિહારી તમારી શ્રી ધર્મકુમાર

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી