ચાલ્ય ચાલ્ય સખી સુંદરવર સાથે રંગભર રમીયે હોળી;૧/૧૦

પદ ૧/૧૦ ૩૨૦
રાગ : વસંત
 
ચાલ્ય ચાલ્ય સખી સુંદરવર સાથે રંગભર રમીયે હોળી;ચુવા ચંદન અબિલ અરગજા કેસર ગાગર ઘોળી. ટેક.
પૂરણ પુરુષોત્તમ પ્રગટ થૈ, નંદ તણે ઘર આવ્યા,કરુણારસ પરગટ હરિકેશવ, ભકતતણે મન ભાવ્યા. ચાલ્ય ૧
સજી શણગાર સલુણિ શ્યામા, પ્રભુ સાથે કર્ય પ્રેમઘણો;નંદનંદનસુ ફાગ રમીને, જગમાં તે ડંકો જીત તણો. ચાલ્ય ર
પ્રેમીજનને વશ્ય પાતળિયો જાણે રસની રીતિ;મુક્તાનંદનો નાથ રસિલો, કોટિ ગણી કરે પ્રીતી. ચાલ્ય ૩ 

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી