મારે ઘેર આવો મોહન મરમાળા, કર જોડી કહું પ્રેમ ભરી, ૫/૧૦

પદ પ/૧૦ ૩૨૪
મારે ઘેર આવો મોહન મરમાળા, કર જોડી કહું પ્રેમ ભરી,
રંગભર્ય વસંત રમાડું મારા વહાલા, રાખું હૈડાંનો હાર કરી. ટેક.
ચુવાચંદન ચરચી શામલા, પુષ્પને પલંગ પોઢાડું;
વસંત ઋતુની વાત સુણાવી, રસિયા શું રંગ રમાડું. મારે ૧
તમ સંગ ફાગ રમ્યાનું મન છે, પુરો આશ્ય અમારી;
જેમ તમે વસંત વિહારમાં ડાયા, તેમ હું દાસી તમારી. મારે ર
મારૂં સર્વ તમારૂં મોહન શું ઘણું મુખથી કહિયે;
મુક્તાનંદના નાથ રસીલા ફાગ રમી સુખ લઇયે. મારે ૩

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી