તમ સંગ મન માન્યું મારા વાલા, શામ સુંદર હું સત્ય કહું;૬/૧૦

પદ ૬/૧૦ ૩૨૫
તમ સંગ મન માન્યું મારા વાલા, શામ સુંદર હું સત્ય કહું;
તમ વિના પલ થાય જુગ જેવી, નટવર ન્યારી કેમ રહું. ટેક.
કાંતો સંગ લીયો શ્યામળીયા, નૈતો અમ ઘેર આવો;
બેમાંથી તમે એક કરીને વિરહનો તાપ બુઝાવો. શામ ૧
પતિવ્રતાને પીયુ સંગ પ્રીતિ, અળગી તે કયાં જઇ લાડ કરે;
એવું વિચારી વિઠલ વનમાળી, ફાગ રમાડો મનડું ઠરે. શામ ર
નાવ તણા કૌવાની પેરે, હું તમ સાથ બંધાણી;
મુક્તાનંદ કહે લાડ લડાવો, જન પોતાના જાણી. શામ ૩

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી