મુજ સંગ ફાગ રમો મારા વહાલા, અમને છે આશ તમારી;૭/૧૦

પદ ૭/૧૦ ૩૨૬
મુજ સંગ ફાગ રમો મારા વહાલા, અમને છે આશ તમારી;
તમ વિના મુજને એક પલક તે, કોટિ કલ્પ થકી ભારી. ટેક.
ઘરનો તે ધંધો હાથ ન લાગે, રાત્ય દિવસ રટ લાગી;
રસિયા તમ સંગ રંગભર રમવા, વિરહની તે જવાલા જાગી. મુજ ૧
રંગની રેડ્ય કરતાં રસિયા, મારે મંદિર આવો;
હેત કરી હૈડામાં ભીડી વિરહનો તાપ બુઝાવો. મુજ ર
પોતાની જાણી પ્રીતમ, રંગભર ફાગ રમાડો;
મુક્તાનંદ કહે તમ સંગ રમવું, તેજ સપરમો દાડો. મુજ ૩

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી