નાનકડે નંદજીને લાલે, ગોકુલ ઘેલું કીધું રે;૫/૧૦

પદ પ/૧૦ ૪૯૫
નાનકડે નંદજીને લાલે, ગોકુલ ઘેલું કીધું રે;
કામણગારાં વેણ કહીને, સહુનું ચિત્ત હરી લીધું રે. ટેક.
એક સમે અલબેલે વાલે, હરિયાં વસ્ત્ર અમારા રે;
સૈયર સરમાણી સહુ દેખતા, જળથી કીધાં ન્યારા રે. નાનકડે ૧
નંદરાણી નોતરીયાં અમને, જમવા કરી બહુ પ્યાર રે;
દુધ ગાગરી મસ્તક મારે, ઢોળી નંદકુમાર રે. નાનકડે ર
નિત્ય નિત્ય એની આળ્યું ગાળ્યું, ગણતાં પાર ન આવે રે;
જેમ જેમ કપટ કરે કાનુડો, તેમ તેમ મનમાં ભાવે રે. નાનકડે૩
મુખ દીઠા વિન સુખ ન થાય, લાવનમાં લોભાણી રે;
મુક્તાનંદ કહે મોહન સાથે, પૂર્ણ પ્રીત બંધાણી રે. નાનકડે ૪

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી