ધન્ય ધન્ય ધન્ય એ વ્રજનાં વાસી, ગોવિંદને મનગમતાં રે;૧૦/૧૦

ધન્ય ધન્ય એ વ્રજના વાસી, ગોવિંદને મનગમતા રે;
	ચૌદ લોકમાં થયા જાણીતા, રસિયાને સંગ રમતા રે	...ટેક.
પૂર્ણબ્રહ્મશું પ્રીત કરીને, લાવ અલૌકિક લીધો રે;
	કોટી બ્રહ્માંડનો કર્તા હર્તા, વ્રજવનિતાએ વશ કીધો રે...ધન્ય૦ ૧
મુનિવરને દર્શન અતિ દુર્લભ, નિગમ નેતિ કહી ગાવે રે;
	વ્રજનારી કર તાળી દઈને, ઘર ઘર નાચ નચાવે રે	...ધન્ય૦ ૨
વ્રજવાસીના ચરણતણી રજ, શુકજી સરખા ઇચ્છે રે;
	મુક્તાનંદ પ્રેમનો મારગ, પ્રેમી હોય તે પ્રીછે રે	...ધન્ય૦ ૩
 

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી