તમે મારા પ્રાણ આધાર છેલવર શ્રી હરિ;૨/૪

તમે મારા પ્રાણઆધાર, છેલવર શ્રીહરિ;
	જાગો મારા જગના જીવન, કે જોઉં નેણાં ભરી	...૧
કોની સંગ જાગ્યા મારા શ્યામ, રસિક શિરોમણિ;
	તમ થકી તો વ્રજનાર, રસિક અતિશે ઘણી	...૨
રસમાં કર્યા ચકચૂર, તમને તો શ્રીહરિ;
	મળી કોઈ ચતુર સુજાણ, અલૌકિક સુંદરી		...૩
આવડી શું નિદ્રા મારા નાથ, હસે છે સહુ ભામિની;
	મુક્તાનંદ કહે માવ, જાગો તો જુએ કામિની	...૪
 

મૂળ પદ

મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી